Bio-10 ખેડૂત એપ · છેલ્લે અપડેટ: 6 નવેમ્બર 2026
Bio-10 ખેડૂત એપ MSAF Organics દ્વારા ચલાવવામાં આવે છે. અમે તમારી માહિતીને ખેતીની સેવા આપવા સિવાય બીજા કોઈ કામ માટે વાપરતા નથી, વેચતા નથી, કે જાહેરાત માટે આપતા નથી.
| મોબાઇલ નંબર | લોગિન માટે. WhatsApp પર OTP મોકલવા વપરાય છે. |
|---|---|
| નામ, ગામ, મુખ્ય પાક | તમે નોંધણી વખતે જાતે આપો છો. હવામાન અને પાક-સલાહ તમારા વિસ્તાર પ્રમાણે આપવા માટે. |
| માટી પરીક્ષણ રિપોર્ટ | તમે Bio-10 ક્લિનિકમાં કરાવેલા ટેસ્ટનું પરિણામ. |
| પાકના ફોટા | ફક્ત ત્યારે જ, જ્યારે તમે "પાક સમસ્યા"માં જાતે ફોટો મોકલો. કૃષિ નિષ્ણાત તે જુએ છે. |
| સ્થળ (GPS) | ફક્ત ત્યારે જ, જ્યારે તમે 📍 બટન દબાવો. તમારા ખાતામાં સચવાય છે — હવામાન, પાક સલાહ, નજીકનું ક્લિનિક અને રિપોર્ટના નક્શા માટે. 📍 મારું ખેતર પાનેથી ગમે ત્યારે કાઢી શકો છો. પૃષ્ઠભૂમિમાં (background) ક્યારેય નહીં. |
| પ્રોફાઇલ ફોટો | ફક્ત ત્યારે જ, જ્યારે તમે પ્રોફાઇલમાં જાતે ફોટો મૂકો. ગમે ત્યારે કાઢી શકો છો. |
| અવાજ (માઇક) | ફોર્મ બોલીને ભરવા માટે. અવાજ સાચવવામાં આવતો નથી — ફક્ત લખાણમાં ફેરવાય છે. |
અમે તમારી કૉન્ટેક્ટ લિસ્ટ, SMS, કૉલ રેકોર્ડ, કે ફોનની બીજી કોઈ ફાઇલ વાંચતા નથી.
| Bio-10 ટીમ | તમારું ક્લિનિક, લેબ અને તમને નિયુક્ત કરેલા કૃષિ નિષ્ણાત — સેવા આપવા માટે. |
|---|---|
| WhatsApp (Wati) | ફક્ત તમારો મોબાઇલ નંબર, OTP અને સૂચના મોકલવા માટે. |
| Meta (Facebook) | તમે એપમાં નોંધણી કે માટી પરીક્ષણ બુક કરો ત્યારે, તમારા મોબાઇલ નંબરનો hash (છુપાવેલો કોડ, સાચો નંબર નહીં) — ફક્ત એ જાણવા કે અમારી કઈ જાહેરાત કામ કરે છે. |
| Open-Meteo | ફક્ત અક્ષાંશ-રેખાંશ (ગામનું સ્થળ) — હવામાન લાવવા. કોઈ અંગત માહિતી જતી નથી. |
| એપના બીજા ખેડૂતો | તમે KBM રમત જીતો અથવા 3 કે વધુ મિત્રોને એપમાં જોડો, તો હોમ પરના વિજેતા ખેડૂતોના સ્લાઇડરમાં તમારું નામ, ગામ અને પ્રોફાઇલ ફોટો બીજા ખેડૂતોને દેખાય છે. તમારો મોબાઇલ નંબર બીજા ખેડૂતોને ક્યારેય દેખાતો નથી. સ્લાઇડરમાં ન દેખાવું હોય તો અમને ફોન કે WhatsApp કરો — અમે તમારું નામ કાઢી આપીશું. સમુદાયમાં તમે જાતે મૂકેલી પોસ્ટ અને તમારું નામ પણ બીજા ખેડૂતો જોઈ શકે છે. |
અમે તમારી માહિતી કોઈને વેચતા નથી અને જાહેરાત કંપનીઓને આપતા નથી.
આખી એપ HTTPS પર ચાલે છે. લોગિન OTP થી થાય છે — કોઈ પાસવર્ડ સાચવવો પડતો નથી. માહિતી ભારતમાં આવેલા સુરક્ષિત સર્વર પર રાખવામાં આવે છે. ફક્ત અધિકૃત Bio-10 કર્મચારીઓ જ તે જોઈ શકે છે.
તમે ગમે ત્યારે તમારી માહિતી જોઈ, સુધારી કે કાયમ માટે કઢાવી શકો છો.
🗑️ એકાઉન્ટ કાઢી નાખવાની રીત18 વર્ષથી નાની ઉંમરના લોકો માટે આ એપ નથી.
| કંપની | MSAF Organics (Bio-10) |
|---|---|
| ઈમેલ | rameezvora.rmedia@gmail.com |
| ફોન / WhatsApp | +91 99981 20268 |
| વેબસાઇટ | bio10.in |
Bio-10 Farmer App, operated by MSAF Organics. Last updated: 6 November 2026.
What we collect. Mobile number (for OTP login via WhatsApp); name, village and main crop that you enter yourself; a profile photo only if you add one (you can remove it any time); your soil test results from Bio-10 clinics; crop photographs only when you choose to upload them; precise GPS location only when you tap the location button — it is saved to your account so we can show weather, crop advice, your nearest clinic and a farm map on your report; you can delete it any time from the My Farm page, and we never collect location in the background; microphone input only while you use the voice-fill button — audio is never stored, only converted to text on your device.
Why. To deliver soil reports, weather advisories, fertiliser recommendations and agronomist support. We do not sell your data or show you third-party ads.
Sharing. With Bio-10 staff serving you (clinic, lab, assigned agronomist); with Wati/WhatsApp solely to deliver OTP and notices to your number; with Open-Meteo solely as coordinates to fetch a weather forecast; with Meta (Facebook), when you sign up or book a soil test, a one-way hash of your mobile number (never the number itself) solely to measure which of our ads work. We never sell your data.
Visible to other farmers in the app. If you win the KBM quiz or bring 3 or more friends to the app, your name, village and profile photo are shown to other farmers in the "winners" slider on the home screen. Your mobile number is never shown to other farmers. If you do not want to appear there, call or WhatsApp us and we will remove your name. Posts you choose to publish in the Community section, with your name, are also visible to other farmers.
Security. All traffic uses HTTPS. Login is OTP-based, so no password is stored. Data is held on secured servers in India and accessible only to authorised staff.
Retention & deletion. We keep your data while your account is active. You may delete your account and all associated data at any time from within the app (Home → Delete account) or via bio10.in/clinic/delete-account.php. Deletion is permanent and completed within 7 days.
Children. This app is not directed at anyone under 18.
Contact. MSAF Organics (Bio-10) · rameezvora.rmedia@gmail.com · +91 99981 20268 · bio10.in
Bio-10 · Soil First — Powered by MSAF Organics