ખેતરથી લેબ સુધી દરેક સેમ્પલ QR થી ટ્રેક, ખેડૂતના ફોનમાં પોતાની એપ, અને દરેક ખેડૂત માટે નામ સાથેનો કૃષિ નિષ્ણાત — બધું એક ડિજિટલ સિસ્ટમ પર.
📲 નજીકના ક્લિનિક વિશે પૂછો“સ્કેન નહીં, તો પ્રોસેસ નહીં” — દરેક સેમ્પલ બેગ પર QR સ્ટીકર. દરેક હેન્ડઓવર સ્કેન થાય, એટલે સેમ્પલ ક્યાં છે એ હંમેશા ખબર. ખોવાવાનો કે બદલાવાનો સવાલ જ નહીં.
pH થી માઇક્રોન્યુટ્રિઅન્ટ સુધી — દરેક રિપોર્ટ સરળ ગુજરાતી ભલામણ સાથે, કાયમ માટે સાચવેલો.
પાક પસંદ કરો, જમીન લખો (વીઘા/એકર/હેક્ટર/ગુંઠા) — કેટલી થેલી ખાતર જોઈએ એ ચોક્કસ ગણતરી.
પાકનો ફોટો પાડી મોકલો — નિષ્ણાત જોઈને જવાબ આપે. સ્ટેટસ પણ દેખાય.
નામ સાથેનો કૃષિ નિષ્ણાત — એક ટૅપ પર કૉલ કે વોટ્સએપ. કૉલ સેન્ટર નહીં, તમારો માણસ.

નજીકનું ક્લિનિક શોધવા કે તમારા ગામમાં ક્લિનિક શરૂ કરવા — વોટ્સએપ કરો.
📲 વોટ્સએપ કરો